mysamachar.in-જામનગર
જામનગરની પ્રજાની સુવિધા આપવા માટે છાસવારે જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ ગાંધીનગર સી.એમ. પાસે ગ્રાન્ટ માંગવા દોડી જાય છે…અને છેલ્લે તો ગ્રાન્ટ મામલે જામ્યુકોના પદાધિકારીઓનો ખખડાવી નાખ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા..ત્યારે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગંદા પાણીના નિકાલ માટે તમામ મહાનગરોમાં ભુગર્ભ ગટરની સુવિધા ઊભી કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને કામો કરવામાં આવ્યા છે….જેમાં જામનગરના મેયરના વોર્ડમાં હાલમાં ચાલી રહેલા કામમાં કથિત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ મેયરના વિસ્તારમા જ વસવાટ કરતાં વકીલે કર્યો છે,
તાજેતરમાં જ મેયરના વોર્ડના વેપારીઓએ રેકડીવાળાના ત્રાસથી થતી ટ્રાફીક સમસ્યા મામલે ખુદ મેયરને જ રજુઆત કરવી પડે તેવી શરમજનક ધટના સામે આવી હતી,અંને થોડો સમય પૂરતું આવા દબાણો દુર થયા બાદ યથાવત સ્થિતિ થઇ જવા પામી હતી,તેવામાં મેયરના જ વોર્ડમાં ભૂગર્ભ ગટરના નબળા કામના કારણે ગટરોની લાઈનો બ્લોક થઈ જતાં લોકોના ધરોમાં ગટરનું પાણી ધુસી જતાં હોવાની ફરિયાદ મેયરના વોર્ડમાં રહેતા વકીલ દ્વારા કરતાં વધુ એક વખત મેયરના વોર્ડની શરમજનક ધટના સામે આવી છે,
વકીલ ગીરિશ સરવૈયાએ મેયરના વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે,અને કામમાં વેઠ ઉતારીને હલકી ગુણવતાનો માલ સામાન વાપરવા આવ્યો હોવાથી ગટરની પાઇપ લાઈનો બ્લોક થવા લાગી છે,અને આ વિસ્તારમાં ગંદા પાણીની નવી સમસ્યા ઊભી થઈ છે..તે દૂર કરીને આ નબળા કામ અંગેના ભૂગર્ભ ગટરનું કામ કરનાર ઠેકેદારનું બીલ અટકાવી યોગ્ય પગલાં ભરવા વકીલ ગીરિશ સરવૈયાએ મેયર અને કમિશ્નરને ફરિયાદ કરી છે.