Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે પોલીસની ઠંડી ઉડાડવા તસ્કરો સક્રિય બનીને દ્વારકા ખાતે રહેતા ખેડૂતના ઘરમાં ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને સાડા ત્રણ લાખ ઉપરની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે,
આ વર્ષે અપૂરતા વરસાદ વચ્ચે સરકારે ઘણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાનો પણ સમાવેશ થાય છે, ત્યારે એક બાજુ કુદરત ખેડૂત ઉપર રુઠયો છે અને ખેડૂતોની આ વર્ષે માઠી દશા વચ્ચે દ્વારકાના ચરકલા રોડ,આવળપરામાં રહેતા ખેડૂત દેવાભાઇ કારાભાઈ બુજડના બંધ મકાનમાં 3 દિવસ પહેલા તસ્કરો ત્રાટકીને રૂમમાં કબાટની ચાવી ટીંગાતી હોય તે લઈને તસ્કરો આરામથી કબાટ ખોલીને સોનાનો હાર, બંગડી, ચેઇન, વીંટી તેમજ ચાંદીનો કંદોરો વગેરે મળીને કુલ 3,૭૨,૮૦૦ના દર દાગીનાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાના ખેડૂત બહાર ગામ ગયા બાદ કબાટની ચાવી ઘરે મૂકી જતા તસ્કરોને ચોરી કરવામાં સરળતા પડી ગઇ હતી.આથી આ ચોરીના બનાવમાં ઘરધણીની બેદરકારી સામે આવી છે, ત્યારે દરેકએ સાવચેતી રાખવા આ ચોરીના બનાવ પરથી બોધપાઠ મળે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.