mysamachar.in-ગાંધીનગર
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આ વર્ષ નબળું હોય રાજ્યના ખેડૂતોની મગફળી ની ટેકાના ભાવોથી ખરીદી કરવાની શરૂઆત કરાઈ તેને આજે દિવસો વીતી ચુક્યા છતાં પણ ફરિયાદો નો ધોધ ઠેર ઠેર થી ચાલુ છે,અને સરકાર સામે મગફળીની ખરીદી ને લઈને સવાલો ઉઠી રહ્યા છે,તેવામાં હવે અધુરામાં પુરુ કરવા રાજય સરકારે ખેડૂતો પાસેથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
સરકાર દ્વારા હાલ ડાંગર, મકાઈ અને બાજરી તથા મગફળીની ટેકાના ભાવે સંપૂર્ણ પારદર્શિતા પૂર્વક ખરીદી થઇ કરવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે,ત્યારે ડીસેમ્બરથી મગ અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે,
તા.૧/૧૨/૨૦૧૮થી રાજયભરના ૧૮ જિલ્લાના ૩૭ ખરીદ કેંદ્વો ખાતેથી મગની ખરીદી માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. સાથે તા.૦૧/૧૨/૨૦૧૮થી જ રાજયના ૨૮ જિલ્લાના ૬૨ કેંદ્વો પર અડદની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે.મગ અને અડદના ટેકાના ભાવે ખરીદીની પ્રકીયા તા.૧૦મી ડીસેમ્બરથી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાશે..
મગની ખરીદી પ્રતિ કિવન્ટલ રૂ। ૬૯૭૫/-ના ભાવથી કરાશે. ગત વર્ષે આ ભાવ રૂ.૫૫૭૫/- હતો.આ વર્ષે સરકારે મગમાં પ્રતિ કિવન્ટલ રૂ। ૧૪૦૦/-નો વધારો કર્યો છે.અડદની ખરીદી પ્રતિ કિવન્ટલ રૂ। ૫૬૦૦/-ના ભાવથી થશે.ગત વર્ષ આ ભાવ રૂ। ૫૪૦૦/-હતો.આમ અડદમાં પણ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતા રૂ। ૨૦૦/-નો વધારો કર્યો છે.
રાજયભરમાં ખેડૂતો પાસેથી વિવિધ ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે.મગફળી મા પણ કાચું કપાઈ રહ્યું છે ત્યારે અળદ અને મગની ખરીદીમાં પણ ઉહાપોહ થશે કે કેમ તે પણ જોવાનું રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.