• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકાના લાડવા ગામે વૃદ્ધની હત્યાનો ભેદ ખુલ્યો, હત્યારો ક્રાઈમ પેટ્રોલ જોઇને પોલીસથી કેમ બચાય તેની ટ્રીક શીખ્યો પણ….

કળિયુગી શ્રવણ... મિલકત માટે પિતાની હત્યા નીપજાવતો પુત્ર

My Samachar by My Samachar
July 8, 2024
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
દ્વારકાના લાડવા ગામે વૃદ્ધની હત્યાનો ભેદ ખુલ્યો, હત્યારો ક્રાઈમ પેટ્રોલ જોઇને પોલીસથી કેમ બચાય તેની ટ્રીક શીખ્યો પણ….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાબેના લાડવા ગામે ગત તારીખ 4 ના રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત ગણતરીની કલાકોમાં કરી આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે,

આ સમગ્ર બનાવની સિલસિલાબંધ વિગત મુજબ દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષની ઉંમરના સતવારા વૃદ્ધ ગત તારીખ 4 જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમનો લોહી નીતળતો મૃતદેહ ખાટલા પરથી સાંપડ્યો હતો. જે અંગે મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરાની ફરિયાદ નોંધણી દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દેશોમાં તપાસ આરંભી હતી.

પોલીસની પૂછતાછમાં મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ કે જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશીયન તરીકે ફરજ બજાવે છે, તે પોતાના પિતાને હેરાન પરેશાન કરવાના આશયથી અવારનવાર તેમના ઘર નજીક રોડ પર જઈ અને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતો હતો. આટલું જ નહીં, તેમના પર ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો હતો. આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોઈતો હતો અને અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો. આ પછી પોલીસે મૃતકના પુત્ર રાજેશની અટકાયત કરી, અને આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનીને તેમણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો

આ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આરોપી મોઢે માસ્ક પહેરીને પોતાના પિતાની રેકી દરમિયાન આરોપી રાજેશના ધ્યાને આવ્યું હતું કે તારીખ 4 ના રોજ પોતાના પિતા મોહનભાઈએ ખેતરમાં વાવણી કરી હોવાથી રાત્રિના સમયે તેઓ ખેતરનું રખોપું કરવા જવાના હોવા અંગેની માહિતી તેમને મળી હતી. આથી રાજેશે પ્લાન બનાવી અને પોતે ત્યાં આવેલા મંદિરના દર્શન કરવાના બહાને જઈ ખેતરે પોતાના ઈલેક્ટ્રીકના અનુભવથી મેઈન લાઈનના ટી.સી. એ જઈ અને લાઈન કટ કરી, ખેતરે જઈને વાડીના ઝાટકાના વાયર કાપીને મોહનભાઈને જગાડ્યા હતા.

અહીં આવ્યા પૂર્વે પોતે પહેરેલો શર્ટ તથા બાઈક બદલાવીને છૂપી રીતે પ્રવેશ કરીને અહીં તેણે કંઈ પણ પૂછપરછ કર્યા વગર પોતે પોતાના ઘરેથી સાથે લઈને આવેલ લોખંડની હથોડીથી મોહનભાઈના માથાના ભાગે મારી અને તેમનું મૃત્યુ નિપજાવી દીધું હતું. હત્યા નિપજાવ્યા બાદ તેણે રસ્તામાં હથોડી પાણીથી ધોઈને ઘરે પરત આવી જઈ, પોતાના કપડા ધોઈ નાખ્યા હતા. બાદમાં વહેલી સવારના સમયે પોતે કોઈને શંકા ન જાય તે માટે બસ મારફતે જામનગર પહોંચી અને બપોરના સમયે પોતાને જાણ થતા તે પરત આવી, સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યો હતો. ઘણા સમયથી યુટ્યુબ પર ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈને પોતે પોલીસથી બચવા માટે કેવા કેવા કાવતરા ઘડવા તે જોતો હતો અને તે મુજબ પોતે કોઈ પુરાવાઓ ન છોડે તે માટે ખૂબ બારીકાઈથી પ્લાનિંગ કરી, આ બાબતને અંજામ આપ્યો હતો.

ફૂલપ્રૂફ પ્લાનિંગ વચ્ચે પોલીસ દ્વારા તેની કરવામાં આવેલી પૂછતાછના પ્રશ્નોની આંટીમાં આવી અને આખરે પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબુલાત આપી હતી.”જર, જમીન અને જોરુ, આ ત્રણેય કજીયાના છોરું” તે યુક્તિને યથાર્થ કરતા હત્યાના ઉપરોક્ત બનાવનો ભેદ ટૂંકા સમયગાળામાં ઉકેલવા પોલીસને સફળતા મળી હતી.

આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શનમાં  એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, દ્વારકા પી.આઈ. ટી.સી. પટેલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા, પી.એસ.આઈ. આકાશ બારસીયા, ભાર્ગવ દેવમૂરારી,  આર.એસ. સુવા, તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીર અહેવાલ:કુંજન રાડિયા)

SendShareTweetShare

Join Us on Social

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
જન્મ-મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા…

જન્મ-મરણની વિલંબિત નોંધ બાબતે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

May 16, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

May 16, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®