mysamachar.in-જામનગર
શહેરના ખોજાનાકા વિસ્તાર પાસે આવેલ ટીટોડીવાડી નજીક એક સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી કોઈએ મનપાના વિપક્ષ નેતા અલ્તાફ ખફી ને આપતા તેવો એ આ મામલે તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો,અને જોતજોતામાં આ મામલાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી દીધી હતી,અને પોલીસ પણ સ્થળ પર પહોચતા હત્યા કરવાની પ્રબળ શંકા મોડીરાત સુધીમાં ખરી બની જતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યા અને પુરાવાના નાશનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,
વાત છે ગતસાંજની જ્યાં સીટી એ ડીવીઝન પોલીસમથકની હદમાં આવતા ટીટોડીવાડી નજીક નદીનાકાંઠે એક મોટા પાઈપમાં અડધી અંદર અને અડધી બહાર એક લાશ સળગેલી હાલતમાં મળી આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોચી ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ લાશની મોડીસાંજના ઓળખ થઇ જવા પામી હતી,પોલીસમાં નોંધાયેલ વિગતો પ્રમાણે હરેશભાઈ ડાયાભાઈ પરમાર જેવો ખારવા સમાજના પૂર્વ પ્રમુખની હોવાનું સામે આવ્યું છે,છેલ્લા બે દિવસ થી હરેશભાઈ ઘરેથી ગુમ થયાનું હાલ જાણવા મળી રહ્યું છે,અને ગુમ થયા બાદ ગઈકાલે જે લાશ ટીટોડીવાડી નજીકથી મળી તે તેમની હોવાનું સામે આવતા સીટી એ ડીવીઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ ના આધારે અજાણ્યા ઇસમો સામે હત્યા અને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવે પોલીસ માટે આ કેસ ગુત્થી બન્યો છે,અને એલસીબી સહિતની ટીમો આ કેસનો ભેદ ઉકેલવા હાલ મથામણ કરી રહી છે.આ રીતે ઓળખાઈ ગઈ લાશ..
ગઈકાલે ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈની લાશ એટલી તો સળગેલી હાલતમાં હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી,પણ લાશ તો સળગી ગઈ પણ મૃતક હરેશભાઈ પોતાના પિતાના ફોટાવાળું લોકેટ ઉપરાંત તેના હાથમાં ચિત્રણ કરાવેલ ઓમનું પ્રતિક અને મૃતક હાથમાં જે લક્કી પહેરતા હતા તેના નંગ પરથી જ આ લાશ તેની જ છે તેવી ઓળખ થઇ જવા પામી હતી.
ઠેબા ચોકડી નજીક થયેલ મહિલાની હત્યા પણ વણઉકેલ છે..ત્યાં જ…
જામનગર સીટી એ ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા જ ઠેબા ચોકડી નજીક એક પટેલ મહિલાની હત્યા નીપજ્યા ને મહિનાઓ વીતી ચુક્યા પણ તેનો ભેદ હજુ પોલીસ ઉકેલી શકી નથી એવામાં ગઈકાલે રહસ્યના તાણાવાણા સર્જતી ખારવા સમાજના પૂર્વ પ્રમુખની હત્યા નો બનાવનો ભેદ ક્યાં સુધી મા પોલીસ ઉકેલશે તે પણ જોવું રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.