Mysamachar.in-વડોદરા:
હવે ઘરકામ કરતી મહિલાઓ પણ સલામતી અનુભવતી ન હોય તેમ મકાન માલિકે તેના ઘરે ઘરકામ કરવા આવતી મહિલાની મજબૂરીનો લાભ લઈને છેલ્લા એક વર્ષથી શારીરીક શોષણ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે,
પારકા કામ કરતી મહિલા સાથે બનેલ ઘટનાની વાત જાણે એમ છે કે,વડોદરાના ગોરવા અરુણચલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ડીક્ન્સ મેકવાન નામના આધેડની પત્ની એક પુત્ર સાથે વિદેશ નોકરી માટે ગયા બાદ ક્યારેય પરત ન ફરતા ડીક્ન્સ મેકવાન એક પુત્ર સાથે વડોદરા ખાતે એકલા રહે છે અને તેના ઘરે છેલ્લા દોઢેક વર્ષથી પરિણીત મહિલા ઘરકામ કરવા આવતી હતી,
શરૂઆતમાં ચાર માસ સુધી આધેડની ચાલ ચલગત મહિલાને બરોબર લાગી હતી,ત્યારબાદ મકાન માલિક ડીક્ન્સ મેકવાનની મહિલા પર દાનત બગડી હતી અને કામવાળી મહિલા સાથે અડપલા કરવાની શરૂઆત કર્યા બાદ સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું,
મકાન માલીક એવા ડીક્ન્સ મેકવાનએ ઘરકામ કરતી મહિલાની મજબૂરીનો લાભ લઈને ધમકી આપીને છેલ્લા એક વર્ષથી સતત શારીરીક શોષણ આચરતો હતો,જ્યારે કામવાળી મહિલાએ કંટાળીને વિરોધ કરતા મકાન માલિકે બદનામ કરવાની ધમકી આપી બરબાદ કરવાનું જણાવતા મહિલા ગભરાઈ ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે અંતે મહિલાએ પતિને તેની સાથે થયેલા શારીરીક શોષણની વાત કરી હતી,ત્યારબાદ વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં મકાન માલિક એવા ડીક્સન મેકવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.