Mysamachar.in-જામનગર
જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ રેલ્વે ક્વાટર નંબર ત્રણમાં રહેતા મનોજ ધીરજભાઈ સીતાપરા નામનો વ્યક્તિ પોતાના ક્વાર્ટરમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની સીટી સી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી ક્વાર્ટર નંબર 3માં જુગાર રમતા રમાડતા મનોજભાઇ ધીરજભાઇ સીતાપરા, ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, મંજુબેન મનસુખભાઇ રધુભાઇ પંચાસરા, સતીબેન દેવાયતભાઇ ભીમાભાઇ ડાંગર અને ચંન્દ્રકલાબા ઉર્ફે ચંદુબા ભુપતસિંહ મેપજી ઝાલા આ તમામ અહી જુગાર રમતા હોય પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા 67,500 ની રોકડ સહિતનો મુદામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.