mysamachar.in-જામનગર
જામનગર મા લાંબા સમય બાદ માથાભારે તત્વો દ્વારા મિલકત પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે,ત્રણ સગા ભાઈઓ એ મળી ને એક ખેડૂત નું મકાન પચાવી પાડ્યા થી સંતોષ ના થયો તો ૩૫ લાખનો ચેક પણ બળજબરી થી લખાવી લેતા આ મામલે ખેડૂતએ સીટી સી ડીવીઝન મા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગરના અને ગોકુલનગર વિસ્તારમાં પોતાનો મકાન ધરાવતા અને ખેતીકામ નો વ્યવસાય કરતાં અરવિંદભાઈ વશરામભાઈ વિરાણી નામના આધેડએ થોડો સમય પૂર્વે પોતાની જમીનનું વેચાણ કરતાં તેની સારી એવી કીમત તેને મળવા પામી હતી,અરવિંદભાઈ પાસે લાખોનો માલ આવ્યાની જાણ ત્રણ શખ્સો ને થઇ જતા તેને અરવિંદભાઈ પાસેથી આ પૈસાની માંગણી કરી હતી,પરંતુ અરવિંદભાઈ એ અસર્મથતા બતાવતા ત્રણ ભાઈઓએ ગોકુલનગર નજીક આવેલ અરવિંદભાઈ ની માલિકીનું મકાન જેની અંદાજીત કીમત ૫૦ લાખ જેવી થાય છે તે પચાવી પાડતા જ અરવિંદભાઈ ચોંકી ઉઠયા હતા,
તો આટલા થી અધૂરું હોય તેમ ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા,દશરથસિંહ જુવાનસિંહ જાડેજા અને કનકસિંહ જુવાનસિંહ જાડેજા નામના ત્રણેય સગા ભાઈઓ એ અરવિંદભાઈ ની માલિકીનું ૫૦,૦૦૦ ની કિમતનું મોટરસાયકલ પચાવી પાડી અને અરવિંદભાઈ પાસેથી બળજબરી થી ૩૫ લાખનો ચેક અને લખાણ કરાવી લેવાનો આ ગુંડાગીરી નો ચોંકાવી દે તેવો કિસ્સો જામનગર મા પોલીસ દફતરે નોંધાતા પોલીસ એ ત્રણ શખ્સો ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.