Mysamachar.in:વડોદરા
સ્પાની આડમાં કેટલાય શહેરોમાં કૂટણખાનાઓ ધમધમે છે, અને જયારે પોલીસને આવી માહિતી મળે ત્યારે ત્યાં દરોડા પણ થાય છે, વડોદરા શહેરના હરણી રોડ પર ઓરા ઇન્ટરનેશનલ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી હરણી પોલીસને મળતાં ડમી ગ્રાહક મોકલીને છાપેમારી કરી હતી, પોલીસના દરોડામાં 6 યુવતીઓ પણ મળી આવી હતી, પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને ગ્રાહકને 3 હજાર રૂપિયા આપી સ્પામાં મોકલ્યો હતો. ગ્રાહકને ખાસ સૂચના અપાઇ હતી કે, તેણે સ્પામાં જઈ ભાવતાલ કરીને છોકરીઓ પૈકી કોઈ પણ એક તૈયાર થાય તો મિસ કોલ કરવો. ગ્રાહકે મિસ કોલ કરતાં જ પોલીસની ટીમ સાંજે 7-30 વાગે ઓરા ઇન્ટરનેશનલ સ્પામાં પહોંચી હતી, જ્યાં પોલીસે એક રૂમમાં ચેક કરતાં ડમી ગ્રાહક સાથે એક છોકરી કઢંગી હાલતમાં મળી આવી હતી.
પોલીસે સ્પાની અન્ય રૂમોમાં તપાસ કરતાં મૂળ દિલ્હીની અન્ય 6 છોકરીઓ મળી આવી હતી. સ્પામાંથી મેનેજર દીપક કેશુભાઇ પટેલ મળી આવ્યો હતો, જ્યારે સ્પામાં હાઉસકીપિંગ તરીકે નોકરી કરતો નીતિન નટુભાઈ પઢિયાર પણ મળ્યો હતો.પોલીસે સ્પાના મેનેજર દીપક પટેલની પૂછપરછ કરતાં તે 15 દિવસથી આ સ્થળે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું અને સ્પાના માલિક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્પાના મેનેજર અને હાઉસકીપરની અટકાયત કરી તેના માલિકો સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીની શોધખોળ આદરી હતી.પોલીસ તપાસમાં સ્પાના મેનેજર દીપક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી તે સ્પામાં નોકરી કરે છે અને સ્પાના માલિકો સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળી દિલ્હી સહિતના વિવિધ વિસ્તારોમાંથી છોકરીઓ બોલાવી સ્પામાં કૂટણખાનું ચલાવતા હતા અને ગ્રાહક દીઠ 3 હજાર રૂપિયા મેળવતા હતા. જેમાંથી યુવતીને 1500 રૂપિયા આપતા હતા.