Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કોઈને કોઈ રીતે વ્યસનીઓની સંખ્યા સતત વધી રહી છે, કોઈ દારૂ તો…તો કોઈ ગાંજો તો વળી કોઈ અન્ય માદક દ્રવ્યોના વ્યસનો અને તેમાં પણ દેખાદેખીથી યુવા પેઢી પોતાનું જીવન બરબાદ કરી રહી છે, ત્યારે યુવાઓ નશાની બદીથી દુર રહે તે માટે જામનગર નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક સહદેવસિંહ વાળાની રાહબરીમાં વર્ષ દરમિયાન અનેક જાગૃતી કાર્યક્રમો આપી અને યુવાઓમાં વ્યસન કરવાના શું નુકશાન તે અંગેની જાગૃતિ લાવવા સહદેવસિંહ વાળા અને તેમની ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે, ત્યારે ગતરોજ તા.26/6/2022 ની રોજ ઈન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ ડે ની ઉજવણી જામનગર જિલ્લા ખાતે આવેલ લાલબંગલા ક્રિકેટ ગ્રાઉંડ ખાતે કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં અંડર-19 નાં યુવા ક્રિકેટરો દ્વારા વ્યસનમુકિતના બેનરો અને પ્લેકાર્ડઝ સાથે એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન જામનગરનાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનો હાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવેલ હતું.
આ રેલી જાહેર વ્યસન મુકિત અંગેના સુત્રોચાર કરીને ક્રિકેટબંગલા થી શરૂ કરી લીમડાલેન સર્કલ થઈને લાલબંગલા રોડ થી સાત રસ્તા સર્ક્સ થઈને જીલ્લા પંચાયત સર્કલે પુર્ણ કરવામાં આવેલ હતી. આ રેલી દરમિયાન રસ્તાઓમાં મળનાર નાગરીકોને વ્યસનમુકિત પત્રીકાનું વિતરણ તેમજ તમાકુ બીડી, સિગરેટ તથા દારૂ જેવા તમામ વ્યસનો થી દુર રહેવા તથા તેઓના પરિવારના સભ્યો અને મિત્ર મંડળોમાં જો કોઇ આવુ વ્યસન કરતુ હોય તો તેઓને દૂર રાખવા અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સહદેવસિંહ વાળા, અધિક્ષક નશાબંધી અને આબકારી, જામનગર અને તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.

























































