mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જીલ્લાના દ્વારકા તાલુકામાં અંદાજે પાંચ માસ પૂર્વે એક સગીરા ને ભગાડી જઈને તેના લગ્ન કરવામાં આવ્યા હતા,લગ્ન કરવા માટે સગીરા સગીર વયની હોવા છતાં પણ પુખ્તવયની હોવાનો દાખલો કાઢી આપી બોગસ દસ્તાવેજ બનાવનાર તલાટીમંત્રી સહીત ચાર સામે જે તે સમયે ગુન્હો નોંધાયો હતો,જેમાં પોલીસે સમયાંતરે ત્રણ આરોપીઓની અટકાયત કરી લીધી હતી,પણ તલાટી મંત્રી નાસતો ફરતો હોય જે અંતે દ્વારકા એસઓજી ને હાથ લાગ્યો છે,
સગીર વયની હોવાનું જાણવા છતાં પણ પુખ્ત વયનો દાખલો તલાટીમંત્રી હિતેશ ભીલ દ્વારા કાઢી આપવામાં આવતા તે દાખલાના આધારે સગીરા હોવા છતાં પણ તેના લગ્ન થવા પામ્યા હતા,અને જે બોગસ દ્સતાવેજ બનાવી આપનાર તલાટી ની ચાર માસ જેટલા સમયગાળા બાદ દ્વારકા એસઓજી ની ટીમના ઇન્ચાર્જ પી.આઈ.ડી.બી.ગોહિલ અને તેની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.