mysamachar.in-જામનગર:
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે ગેલ ઇન્ડિયા કંપનીના ડેપ્યુટી મેનેજરને ગ્રામપંચાયત કચેરીએ બોલાવીને મોટી ખાવડીના માજી ઉપસરપંચ અને તલાટી મંત્રી સહીત 7 શખ્સોએ બાકી બીલના પૈસા કઢાવવા માટે કંપનીના ડેપ્યુટી મેનેજરને માર માર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે,
જામનગરના મોટી ખાવડી ગામના માજી ઉપસરપંચ રાજભાએ ગેલ ઇન્ડિયા કંપનીમાં એસ્સાર ઓઇલ વાડીનારથી શાપર વચ્ચે ગેસ પાઇપ લાઈન નાખવાનું ચાલતું હોય,તેમાં ખોદકામ અને બુરવાનો પેટા કોન્ટ્રાક્ટર રાખ્યો હતો અને પોતાની સ્કોર્પીઓ ગાડી પણ ભાડે રાખી હતી તેનું બીલ બાકી હોય તેના પૈસા કઢાવવા માટે ગેલ કંપનીના ડેપ્યુટી મેનેજર રાજેશકુમાર પુતુલાલ વૈશ્યને મોટી ખાવડી ગ્રામપંચાયત ઓફિસમાં બોલાવ્યા બાદ ત્યાં હાજર રહેલ તલાટી મંત્રી ભંડેરીએ પણ ગ્રામપંચાયતના સી.એસ.આર ના વિકાસના નાણાંની રોકડા આપવાની માંગણી કરીને ગેસ કંપનીના મેનેજર રાજેશકુમારે ફડાકાવાળી કરી બેફામ માર મારવામાં આવ્યો હતો
ત્યારબાદ મેનેજરને છોડી મુકવામાં આવતા મેનેજર આ ઘટનાથી સ્તબ્ધ થઇ જતા તે સીધો જ મેઘપર પોલીસ મથકે પહોચ્યો હતો અને ત્યાં તેને મોટી ખાવડીના માજી ઉપસરપંચ રાજભા,તલાટી મંત્રી ભંડેરી સહીત પાંચ અજાણ્યા માણસો સામે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે,જો કે ગ્રામપંચાયતની ઓફિસમા જ થયેલ ગુંડાગીરીની આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.