Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના કિસાનચોક મોદીવાડા વિસ્તારમાં આવેલ મોરભુવન નામના મકાનમાં વસવાટ કરતા એક જ પરિવારના ૫ સભ્યોએ આર્થિક સંકડામણને કારણે સામૂહિક આપઘાત કરી લઈ જિંદગી ટૂંકાવી લેતા જામનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે,
ત્યારે આજે સામૂહિક આપઘાત કરનાર પાંચેય મૃતકો જયાબેન સાકરીયા,દિપકભાઈ સાકરીયા,આરતીબેન સાકરીયા,હેમત તથા કુમકુમની અંતિમયાત્રા આજે જ્યારે જામનગર વણીક કંદોઇ સુખડીયા જ્ઞાતી ખાતેથી સવારે નીકળી ત્યારે કઠણ હદયના લોકોનું કાળજુ પણ એકવખત કંપી ઉઠ્યું હતું અને હાજર તમામ લોકોની આંખો અશ્રુભીની જોવા મળી રહી હતી.