Mysamachar.in-જામનગર:
જામનગરના નવાગામ ઘેડ નજીક ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ આવેલ છે, જ્યાં ગતરાત્રીના કેટલાક શખ્સોએ તબીબી છાત્રોને ગાળાગાળી કર્યા બાદ સીટી બી ડીવીઝન પોલીસના પોલીસકર્મીએ ત્યાં નશાની હાલતમાં આવી અને વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કર્યાનો મામલો ગતરાત્રીથી ગાજી રહ્યો છે અને આજે સવારે પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જ્યાં સુધી પગલા ના લેવાય ત્યાં સુધી કોઈ જ મેડીકલ છાત્રો હોસ્પીટલમાં ફરજ બજાવશે નહિ તેવી જાહેરાત કરી છે,
આ અંગે આજે સવારે તબીબી છાત્ર ડો.મનીષ ગુપ્તાએ “માય સમાચારને” કહ્યું કે.. અમે લોકો ગતરાત્રીના સમયે એક સીનીયર ડોક્ટરનો જન્મદિવસ સીનીયર અને જુનીયર તબીબ છાત્રો ભેગા મળીને મનાવી રહ્યા હતા ત્યારે ગેટ પર આવી કેટલાક લોકો અમને ગાળો કાઢવા લાગ્યા અને રાડારાડી કરી રહ્યા હતા, અને થોડીવાર કેમ્પસમાં પોલીસની બે પીસીઆર વાન પહોચી હતી અને તે લોકોએ મને બહાર કાઢી અને માર માર્યો હતો, અને અન્ય વિદ્યાર્થીઓને પણ પોલીસે માર માર્યો છે, અને આવેલ પોલીસકર્મીઓ પૈકી કેટલાક દારૂના નશામાં ધુત હતા, અને અમારી સાથે અતિશયોક્તિ કરી છે.જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું અને હોસ્પીટલની કામગીરીથી અળગા રહીશું તેમ ગુપ્તાએ વાતચીતના અંતે કહ્યું.