Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં વધુ એક વખત રસ્તે રઝળતા પશુએ વૃદ્ધને અડફેટ લેતા વૃદ્ધનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જે દ્રશ્યો ચોકાવનારા છે.વાત છે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવતા ત્રિલોક પાર્કમાં રહેતા વૈભવ ઠકરાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગત આઠમી તારીખના રોજ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા પિતા રસિકલાલ ઠકરાર ઘર પાસે દૂધ લેવા પગપાળા ગયા હતા. તે દરમિયાન ગાયે તેમને અડફેટે લીધા હતા. સમગ્ર બનાવવાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન અજાણ્યા લોકોએ પણ ગાયને દૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગાય ત્યાંથી દૂર જતી જ નહોતી. સમગ્ર મામલે મારા પિતાની હાલત ગંભીર હોય તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે.

























































