Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં બાયોડીઝલના નામથી ભળતા પ્રવાહીને બાયોડીઝલના નામે વેચાણ કરવામાં આવી રહ્યું છે, રાજ્યના ખાસ તો હાઈવે અને ક્યાંક છાનાછુપા ચાલતા આ ગેરકાયદેસર બાયોડીઝલના હાટડાઓ બંધ કરાવવા થોડા સમય પૂર્વે મુખ્યમંત્રીએ પુરવઠા મંત્રી, પુરવઠા સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને બાયોડીઝલના હાટડાઓ પર તૂટી પાડવા આદેશ આપ્યા બાદ પણ કેટલાક સ્થળોએથી પોલીસની છાપેમારીમાં બાયોડીઝલ મળી આવવું એ વાતની સાબિતી પૂરે છે કે આ રેકેટ હજુ ચાલી રહ્યું છે, (હા જામનગર સહિતના અન્ય જિલ્લાઓના પુરવઠા વિભાગની કામગીરી આ મામલે કાઈ ખાસ નથી) ત્યારે આજે રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં ચાલતા બાયોડીઝલના કારોબારને લઈને મંત્રી જયેશ રાદડીયાએ નિવેદન આપતા કહ્યું કે..
રાજકોટ રેન્જમાં જ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક રેડ કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો બંધ થાય થાય તે માટે પોલીસ વિભાગને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાયો ડિઝલનો વેપાર 100% નાબુદ થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે, વધુમાં બાયો ડિઝલના હાટડાઓ સદંતર નાબુદ કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને મોટાપાયે દરોડા કરવામાં આવશે. આમ પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ આ મામલે આજે સૂચક નિવેદન આપી અને આગામી સમયમાં બાયોડીઝલના હાટડાઓજો કોઈ ચલાવશે તો ત્યાં તવાઈ ચોક્કસ બોલશે તેવો સંદેશો આપી દીધો છે.