my samachar.in:જામનગર:દેવભૂમિદ્વારકા
ગુજરાત સરકાર દ્વારા સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળાને મંજૂરી આપવાના નિર્ણય ની આડ અસર હવે જોવા મળી રહી છે અને સરકારી પ્રાથમિક શાળામાં લાખો રૂપિયાનો શિક્ષકોનો પગાર ચુકવવામાં આવી રહ્યો છે જેની સામે શિક્ષણના સ્તર માં કોઈ સુધારો થતો નથી અને હવે ગામડામાં ચાલતી પ્રાથમિક શાળાના ધો ૬ અને ધો ૭ માં વિધાર્થીઓની સંખ્યા થતી ન હોવાથી આ ક્લાસ રૂમો બંધ કરવાનો નિર્ણય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે,
જામનગર જિલ્લામાં ૭૦૫ જેવી સરકારી પ્રાથમિકશાળાઓ કાર્યરત છે,જેમાંથી ૧૨૩ જેવી પ્રાથમિક શાળાના ધો ૬ અને ધો ૭ માં ૫ કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા ઓછી હોવાના કારણે આ વર્ગખંડો બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે,અને આવી શાળાઓના બાળકો ને આજુ બાજુ ૩ કિમી અંતરે આવેલ પ્રાથમિક શાળામાં તબદીલ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે
જામનગર જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલ ફરજ બજાવતા કુલ ૩૭૧૫ જેટલા શિક્ષકોને તગડો પગાર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે,ત્યારે હવે જે વર્ગખંડો બંધ થશે તે શાળાના શિક્ષકો ને અન્ય પ્રાથમિકશાળાઓ માં મુકવામાં આવશે,જામનગર જીલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લામા ૬૪૨ પ્રાથમિક શાળાઓઆવેલ છે,તેના પણ ધો ૬ અને ૭ માં પાંચ કરતા પણ ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવા વગઁખંડો બંધ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું,
આમ રાજ્ય સરકારે અગાઉ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી સ્કૂલોને મંજૂરી આપવાના તઘલખી નિર્ણયોના પાપે હાલ સરકારી પ્રાથમિક શાળાની જ કયાંક ને કયાંક કફોડી થઇ રહી હોય તેમ લાગે છે, અને ગ્રામીણ પ્રજા પણ પોતાના બાળકોને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માં અભ્યાસ કરાવવા તરફ વળી હોય તેમ લાગી રહ્યું છે,જેની સામે સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ના તાયફા કરે છે પણ વાસ્તવિકતા કઈક ઔર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.