mysamachar.in-જામનગર
જામનગરથી સૌપ્રથમ શરૂ થયેલ mysamachar.in ન્યુઝ વેબપોર્ટલ ની ખાસ મુલાકાત આજે જામનગર જીલ્લાના કાલાવડ વિધાનસભા મત વિસ્તારના કોંગી ધારાસભ્ય પ્રવિણ મુછડીયા એ લીધી,મુછડીયા એ પોતાની મુલાકાત દરમિયાન ન્યુઝ એડિટર રવિબુદ્ધદેવ અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર સાથે નિખાલસ વાતચીત કરી અને mysamachar.in આગામી દિવસોમાં જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લા ઉપરાંત ગુજરાતના સમાચારો ને લોકોને ચપટી વગાડતા જ આજના ઝડપી જમાનામાં પહોચાડતા કરશે તેવો આશાવાદ વ્યક્ત કરી અને શુભકામનાઓ પાઠવી હતી,
ધારાસભ્યએ પોતાની મુલાકાત દરમિયાન તંત્રની ઝાટકણી કાઢતા જ પોતાના મત વિસ્તાર કાલાવડમાં વર્ષો સુધી ભાજપનું શાશન હોવાને લીધે ભાજપના પૂર્વ ધારાસભ્યોની કામ કરવાની પદ્ધતિ અને કમર્ચારીઓ પાસેથી કામ લેવાની પદ્ધતિથી હાલ અમુક કર્મચારીઓ અને અધિકારીઓ નિષ્ક્રિય થયા છે,અને લોકોના કામો કરવાની ટેવ છુટી ગઈ હોય તેમ પ્રવિણ મુછડીયાનું માનવું છે,સાથે જ તેવો એ અમુક ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોંગી ધારાસભ્યો અને આગેવાનો સાથે કરવામાં આવતા ભેદભાવભર્યા વ્યવહાર અંગે પણ કેટલીક ચોંકાવનારી બાબતો ને પોતે આપેલ ઇન્ટરવ્યુમાં વ્યક્ત કરી,ઉપરાંત પોતાના વિસ્તારમાં તેમને શું કર્યું અને આગામી સમયમાં શું કામો કરવા માંગે છે, સહિતની કેટલીય બાબતોને લઈને કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુછડીયા શું કહ્યું એ સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.
કાલાવડ MLA ને સાંભળવા વિડીયો ક્લીક કરો.