mysamachar.in-રાજકોટ:
ગત મોડીરાત્રીના રાજકોટના કરણપરા વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને આ દ્રશ્યો સર્જાવવા પાછળનું કારણ જામનગરના સોનીવેપારી પાસેથી થયેલ ચીલઝડપ નો બનાવ હતો,જામનગરના ખંભાળિયા ગેટ નજીક રિદ્ધિ સિદ્ધિ નામની જ્વેલર્સ ની દુકાન ધરાવતા મહેશભાઈ વજાણી ગઈકાલે રાજકોટ સોનાચાંદીની લેવેચ કરવા માટે જતા હોય છે,
ગઈકાલે પણ તે રાજકોટ ખાતે પહોચ્યા ત્યારે તેમની પાસે ૨૦ કિલો જેટલું ચાંદી જયારે અઢીતોલા જેટલું સોનું થેલામા હતું તે કરણપરા નજીક આવેલ કબુતરચોક્ પાસે ઉભા હતા ત્યારે બાઈકસવાર એ તેની પાસે રહેલ થેલાની ચીલઝડપ કરી અને ફરાર થઇ જતા ફિલ્મી દ્રશ્યો સીસીટીવી મા કેદ થઇ ગયા હતા,
રાજકોટ પોલીસે બનાવની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરી અને સીસીટીવી ફૂટેઝ ને આધારે તપાસ હાથ ધરી છે.