Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં દારૂબંધી વચ્ચે તો દારૂ તો ઘુસી જ જાય છે, અને અમુક વખત દારૂના જ્ત્થાઓ ઝડપાઈ પણ જાય છે, ત્યારે હવે ગુજરાતના એક જાણીતા ગાયક કલાકાર ગાંજાના કેસમાં ઝડપાયા છે. આ ગાયક કલાકાર સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા હોવાની માહિતી પરથી SOGના હાથે રંગેહાથે ઝડપાયા છે. SOGએ 16 કિલો 254 ગ્રામ ગાંજા સાથે ગાયક કલાકારની ધરપકડ કરી છે આ સિવાય કાર સહિત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ એસ.ઓ.જીની ટીમને માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એક સફેદ કલરની i20 કાર પસાર થવાની છે જેમાં ગાંજાનો જથ્થો છે, આવી બાતમીના આધારે વોચ ગોઠવીને રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડીની વચ્ચેથી પસાર થઈ રહેલી કારમાં તપાસ હાથ ધરતા ગાંજાના મોટો જથ્થો ઝડપી પાડ્યો છે,
જે બાદ આ ગાડી પસાર થતાં ગાડીની તલાશી લેવામાં આવી હતી જેમાં ગાડીમાંથી પાછળની સીટમાં સ્કૂલબેગ જેવા બે કાળા કલરના થેલા હતા. થેલાની અંદરથી 3-3 બોક્ષ એટલે કે કુલ છ બોક્સ ભરીને ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મનીષદાન બાદાણી કે જે ગાયક કલાકાર છે જેની પાસેથી પોલીસે છ બોક્સમાં ફુલ 16.254 કિલોનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બોક્સ માંથી જે પદાર્થ મળી આવ્યો હતો.જેને એફ.એસ.એલ ના અધિકારીઓ દ્વારા પણ તપાસ કરી હતી અને ગાંજો હોવાની પણ પુષ્ટી કરી છે. એસ.ઓ.જી પોલીસે 97000ના ગાંજાના જથ્થા સાથે પાંચ લાખથી વધુનાં મુદામાલ કબ્જે કર્યો છે અને ગાયક કલાકાર મનીષદાન ની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.