Mysamachar.in-વડોદરા:
તાજેતરમાં જામનગર અંધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસમાં મકાન ભાડે રાખીને મહિલાઓ પાસે દેહવેપાર કરવામાં આવતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો, તેવામાં વડોદરા ખાતે અભયમ ટીમની મદદથી પોલીસે દરોડા પાડીને બહારના રાજ્યોમાંથી યુવતીઓ વડોદરા લાવીને દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો રેકેટનો પર્દાફાશ કર્યો છે,
વડોદરા ખાતે સેકસ રેકેટની બહાર આવેલી વિગત એમ છે કે અહીંના એસટી ડેપો પાસે શંકાસ્પદ હાલતમાં પરપ્રાંતીય યુવતી જોવા મળતા એક વ્યક્તિએ મહિલાઓની મદદ માટે આવતી ૧૮૧ અભયમ ટીમને ફોન કર્યો હતો અને અભયમ ની ટીમ દ્વારા પૂછપરછનાં અંતે યુવતીએ પોતે બાંગ્લાદેશી છે અને વડોદરાના દલાલો બહારના રાજ્યમાંથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર કરાવતા હોવાનું જણાવ્યું હતું,
આથી અભયમ ટીમે પોલીસને જાણ કરીને વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં દરોડા પાડીને ત્યાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડફોડ કર્યો હતો અને ફ્લેટ પરથી બહારના રાજ્યની ચાર યુવતીઓ મળી આવતા વડોદરાના દલાલ વિજય ઉર્ફે બિજેન્દ્ર ગુપ્તા અને અન્ના ઉર્ફે એમટીજ શેખ દેહવેપારનો ધંધો કરાવતા હોવાની બે યુવતીએ કબૂલાત આપી હતી હાલ તો બંને દલાલ ફરાર હોય પોલીસે આ બંને દલાલોને ઝડપી લેવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.