Mysamachar.in-રાજકોટ
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બુટલેગરો દ્વારા બહારના રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કેટલીક અવનવી અને પોલીસને ખબર ના પડે તેવી તરકીબો વાપરવામાં આવતી હોય છે, અત્યાર સુધીમાં આપણે દૂધના ટેન્કરમાં, કારમાં અને અન્ય વાહનોમાં અલગ અલગ રીતે ચોર ખાનું બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવતો હોય છે, અને બાદમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે નવી ટ્રીક અજમાવી હોય તેમ રાજકોટના શાપર વેરાવળમાંથી પણ પોલીસે ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં દારૂની હેરાફેરીનો ઝડપી પાડી છે,
ઝડપાયેલા ટ્રકમાં ઓઇલના બેરલ રાખવામાં આવ્યા હતા જે પ્રાથમિક દ્રષ્ટિએ ઓઈલની હેરાફેરી થતી હોવાનું દેખાતું હોય છે પરંતુ પોલીસે ટ્રકમાંથી એક બેરલ ઉતારી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પહેલાં તો ટ્રક માં જે ઓઇલ બેરલ હતા તે ખાલી હતી જે બાદમાં ઓઇલ બેરલની વધુ તપાસ કરતા બેરલની નીચેના ભાગમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. શાપર વેરાવળ થી 16 લાખ નો દારૂના જથ્થો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, 16 લાખની વિદેશી દારૂ, લોખંડના બેરલ, ટ્રક મળીને કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જેની વધુ તપાસ હાથ ધરી છે.