Mysamachar.in-જામનગર:
આપને ત્યાં વિકાસ..વિકાસના કેટલાય બણગાં ફૂંકવામાં આવે છે, પણ થઇ રહેલા વિકાસના કામો કેવા હોય છે, તેનું સત્ય ઉજાગર થાય ત્યારે જોવા જેવી થાય…આજે વાત છે જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના તારાણાધારથી સામપર સુધીના ૩ કિલોમીટરના રોડની…વિકાસના નામે ભ્રષ્ટાચાર આ રોડ પર વેરાઈ ગયો હોય તેમ ૨૪.૫૮ લાખના ખર્ચે આ રોડનું પેચવર્ક ગઈકાલે જ પૂર્ણ હોવાનું સ્થાનિકો જણાવે છે, અને આજે એટલે કે એક દિવસ પછી સ્થિતિ એવી છે કે “હાથ નાખો અને રોડ ઉખેળો” તેવું આ રોડ પર જોવા મળ્યું…સ્થાનિકોનો આક્ષેપ છે કે એક તો કેટલીય રજુઆતો બાદ અહી પેચવર્કનું કામ શરુ થયું અને પણ એવી તો વેઠ ઉતરી કે કલાકો પણ આ રોડ ના રહ્યો અને તંત્રની મીલીભગત છતી થઇ ગઈ છે અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય રીતે ચાઇનીઝ વસ્તુઓ માટે કહેવત જાણીતી છે કે 'ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક' જે અહીં લાગુ પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
-શું માર્ગ મકાન વિભાગ ધરારથી કામ કરી દે તેવું માન્યામાં આવે…
Mysamachar.in માં આ રોડનો વિડીયો પ્રસારિત થતાની સાથે જ માર્ગ મકાન વિભાગના ધ્રોલ સબ ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર સુરેશ કટારમલ અને કોન્ટ્રાક્ટર સહિતની ટીમ સ્થળ પર તપાસ કરવા માટે દોડી ગઈ હતી, જે બાદ તેવોની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે કટારમલે કહ્યું કે અમે સ્થળ પર આવ્યા છીએ અને અઢીસો મીટર જેટલા કટકામાં આવું થયાનું સામે આવે છે, જે કામ પૂર્ણ થઇ ચુક્યા બાદ અમુક ગ્રામજનોએ અમારા કોન્ટ્રાક્ટર અને સ્ટાફ પર દબાણ કરાવીને આ કામ કરાવ્યું હતું.ત્યારે સવાલ એવો પણ મનમાં ઉદ્ભવે કે શું માર્ગ મકાન વિભાગ ધરાર થી કોઈ ના વશમાં આવીને આવી રીતે કામ કરી દે ખરા..? હા કદાચ ધરારથી કરવામાં આવ્યું હોય તો પણ આ રીતે રોડનું રબરની જેમ હાથમાં આવી જવું શંકા પ્રેરનારું છે.