mysamachar.in-દેવભૂમિ દ્વારકા-
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર નજીક આવેલ સોડસલા ગામ ની સીમમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ કરોડોના હેરોઈન પ્રકરણના એક બાદ એક જોડાણો પોલીસ દ્વારા ખોલવામાં આવી રહ્યા છે,એવામા ગુજરાત એટીએસ દ્વારા હેરોઈન પ્રકરણમા સંડોવાયેલા એક શખ્સને કાશ્મીર થી ઝડપી લેવામાં આવ્યો છે,
કાશ્મીર થી ઝડપાયેલા આરોપી મંજુર અહેમદની ધરપકડ બાદ આજે તેને ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૧૪ દિવસની રિમાન્ડ ની માંગ સાથે રજુ કરાયો હતો,જ્યાં તેના સાત દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે,ઝડપાયેલ આરોપી મંજુર એહમદ આંતકવાદી સંગઠનનો સભ્ય હોવાની પણ પોલીસ ને આશંકા છે,
કોર્ટ દ્વારા આજે રિમાન્ડ મંજુર થયા બાદ હેરોઈન કાંડ ઉપરાંત આરોપી ના આંતકી સંગઠનો સાથેના સબંધો સહિતની દેશવિરોધી પ્રવૃતિઓ ઓકાવવા પોલીસ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવશે,જો કે મહત્વનું એ પણ છે કે અત્યારસુધીમાં કરોડોના હેરોઈનના આ કેસમાં ૪ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.