mysamachar.in-જામનગર:
ખંભાળિયા ગેટ ચોકી થી પુરુ ૧૦૦ મીટરનું અંતરે આવેલ ત્યાં જ મર્ડરની ઘટના થી પોલીસ પણ અચંબામાં પડી જવા પામી છે,ઘટનાની જાણ થતા એસપી ખુદ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી,
જે રીતે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે ખંભાળિયા ગેટ ચોકી થી ૧૦૦ મીટર જેટલા અંતરે ડોક્ટર કે.એન.બક્ષીના બંગલો મા પરિવારના સભ્યો બહારગામ ગયેલ હોય અને પાછળ થી ચોકીદાર ને બંગલાની ચોકીદારી કરી રહ્યા હતા,એવામાં ગતરાત્રીના કોઈ અજાણ્યા ઇસમોએ ખંભાળિયા ગેટ નજીક આવેલ આ બંગલામાં ઘુસી જઈને બંગલોમાં રહેલી હોન્ડા સીટી કાર ની લુંટ કરી વયોવૃદ્ધ ચોકીદાર ત્રિભુવનદાસ મિસ્ત્રીને પ્રાથમિક તપાસ મુજબ ગળાટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દેતા આ ઘટના લુંટ વીથ મર્ડરની ઘટનાનો મામલો સામે આવ્યો છે,
શહેરમા જ લુંટ વીથ મર્ડરની આ ઘટનાની ગંભીરતા ને લઈને જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ,ડીવાયએસપી સૈયદ,એલસીબી પીઆઈડોડીયા,પીએસઆઈ ગોજીયા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી ગયો છે અને અને લુંટ વીથ મર્ડરની આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે,
ઘટનાનો વિડીયો અને ડીવાએસપી સૈયદએ ઘટનાને લઈને આપેલ માહિતી સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો