Mysamachar.in-અમદાવાદ
અમદાવાદમાં ફરી એક વખત સિનિયર સિટીઝન લુટારાઓનું નિશાન બન્યા છે, શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નરેન્દ્રભાઈ શાહ મૂળ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે તેમજ તેમના પત્ની હાલ અમેરિકા છે આઠ વર્ષથી નરેન્દ્રભાઈ અમદાવાદમાં રહે છે. ગત રાતના બે વાગ્યા સુધી ઘરમાં જાગતા હતા ત્યારબાદ તેઓ સુઈ ગયા અને ત્રણ વાગ્યાની આસપાસ તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. નરેન્દ્રભાઈએ દરવાજો ખોલતાં તેઓ કોઈ સમજી શકે તે પહેલાં જ તેમની આંખમાં મરચાની ભૂકી કોઈએ નાખી દીધી હતી.
જેના કારણે તેઓ દેખી શક્યા નહીં થોડીવારમાં આવેલ લુટારા શખ્સોએ નરેન્દ્રભાઈ ના મોઢા પર અને હાથ પર ટેપ વીંટી દીધી હતી. ત્યારબાદ આ શખ્સોએ ઘરમાંથી ટીવી ચાંદીની વીંટી અને અન્ય વસ્તુઓ લઈને ફરાર થઇ ગયા હતા. જેમ તેમ કરીને નરેન્દ્રભાઈ એ પોતાનો સેલોટપ કાઢીને આસપાસના લોકોને જાણ કરી હતી. જેથી કાગડાપીઠ પોલીસ ત્યાં આવી પહોંચી હતી.હાલ. નરેન્દ્રભાઈ ની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.