mysamachar.in-દેવભુમિ દ્વારકા:
વર્ષો પહેલા પિતરાઇ ભાઈ ની હત્યા કરનાર બાવાજી પિતા-પુત્ર નિર્દોષ છૂટી ગયા બાદ વેરની વસૂલાત કરવા માટે મેર શખ્શે ઘાતક હથીયારો સાથે કલ્યાણપૂરના રાવલ રોડ પર બુલેટ પર જતાં બાવાજી આધેડ પર હુમલો કરીને હત્યા કર્યાનો બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને લાશનો કબ્જો સંભાળી હત્યા કરનાર મેર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે,
કલ્યાણપુરના ગોરાણા ગામે રહેતા અરજણ જીવણ મેરના પિતરાઇ ભાઈ પરબત ગોરાણીયાની ૫ વર્ષ પહેલા હત્યા થઈ હતી આ હત્યા કેસમાં ખંભાળીયા ખાતે રહેતા અને અગાઉ કલ્યાણપુર તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હાલ નિવૃત થયેલા અરજણગીરી હરનામગીરી રામદતી અને તેનો પુત્ર દેવેન્દ્રગીરી રામદતી આરોપી હોય ૨૦૧૩માં આ હત્યા કેસ અદાલતમાં ચાલી જતા બન્ને બાવાજી પિતા-પુત્ર નિર્દોષ છૂટી ગયા હતા,
આથી વર્ષો પહેલા થયેલ પિતરાઇ ભાઈની હત્યાનો બદલો લેવા માટે ખાર રાખીને ગઇકાલે બપોરે કલ્યાણપુરથી રાવલ રોડ પર અરજણગીરી રામદતી બુલેટ પર જતાં હતા ત્યારે અરજણ મેર સહિત અજાણ્યા શખ્સોએ પીછો કરીને અરજણગીરી ઉપર તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી પતાવી દઈને ખૂન કા બદલા ખૂન કરી બદલો લીધો હતો આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મરણ જનાર અરજણગીરીના પુત્ર દેવેન્દ્રગીરીને ફરીયાદી બનાવીને આરોપી અરજણ મેર વગેરે સામે હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ હત્યાના બનાવથી કલ્યાણપુર પંથકમાં ચકચાર જાગી છે.