Mysamachar.in-રાજકોટ:
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને રાજકોટ ક્રાઈમ બ્રાંચ પર ધારાસભ્ય અને સાંસદ ઉપરાંત કેટલાક અરજદારો દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપોને લઈને આજે રાજકોટ ખાતે પહોચેલા કમિશ્નર મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે હાલમાં કોઈ નિવેદન નહિ આપી શકું, મારા પર તપાસ ચાલી રહી છે એટલે વધુ હું જવાબ આપી નહિ શકું વધુમાં તેવો ક્યાં હતા તો તેમણે કહ્યું હતું કે હાઇકોર્ટેનું કામ હતું એટલે અમદાવાદ હતો અને તેમણે કહ્યું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેમના પર તપાસ કરવામાં આવશે આટલું કહી અગ્રવાલ પત્રકાર પરીષદમાંથી ઉઠી જતા રહ્યા હતા.