Mysamachar.in-રાજકોટ:
આજે સવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટની હોટેલમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ અને યુવતીની હત્યા કે આત્મહત્યાના મામલે ભારે ચર્ચાઓ જગાવી હતી, પણ પોલીસે આ ગુન્હામાં હાલ સારવાર લઇ રહેલ યુવક સામે હત્યાની કલમો હેઠળ એટલા માટે ગુન્હો નોંધ્યો છે કે તેણે જ યુવતીની હત્યા કરી બાદમાં પોતે એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું તારણ નીકળી ચુક્યું છે, આ અંગે રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે 9 વાગ્યે હોટલમાં પ્રવેશ બાદ 10થી 11 વાગ્યાની આસપાસ હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેકેજીંગ ટેપની મદદથી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આરોપી બ્લેડ અને પેકેજીંગ ટેપ સાથે લાવ્યો હતો. સગીરાની હત્યા બાદ સાંજ સુધી એકલો રહ્યો અને તેનો મિત્ર એસિડ અને પાણીની બોટલ આપી ગયો હતો. એસિડ અને બોટલ દેવા આવેલા શખસની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી પ્રેમીની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી પ્રેમી પોરબંદરનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જોકે આરોપીના ડ્રાઇવિંગ લાયસન્સમાં આરોપીનું એડ્રેસ કચ્છ-ભૂજનું લખવામાં આવ્યું છે. આધારકાર્ડમાં જન્મતારીખ મામલે પોલીસ તપાસ કરી રહી છે.