Mysamachar.in:જામનગર
કાલે શુક્રવારે જામનગર શહેરની સાથે સાથે, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન, જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જબરદસ્ત વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના જામવણથલીમાં 13.5 ઈંચ વરસાદ નોંધાયો જ્યારે મોટી બાણુગારમાં 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર નજીકના અલિયાબાડામાં પણ 12.5 ઈંચ વરસાદ નોંધાયો છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સહિતના ગ્રામજનો ખૂબ જ ખુશ છે. જિલ્લા પંચાયતનાં આંકડાઓ અનુસાર, જામનગર તાલુકાના મોટી ભલસાણમાં પાછલાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દરેડ અને ફલ્લા ગામમાં અંદાજે 5.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાખાબાવળ ગામમાં 4 ઈંચ જેટલો અને વસઈમાં 3.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જોડિયાના બાલંભામા 2.75 ઈંચ જેટલો તથા ધ્રોલ તાલુકાના લતીપુરમાં પણ 2.75 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જાલીયા દેવાણીમાં 4.75 ઈંચ જેટલો અને લૈયારામાં 1.5 જેટલો વરસાદ નોંધાયો હતો. કાલાવડ શહેર-તાલુકામાં કાલે સૌથી વધુ વરસાદ મોટા વડાળામાં 4.5 ઈંચ, મોટા પાંચ દેવડા ગામમાં 3 ઈંચ, ભલસાણ બેરાજામાં 2.75 ઈંચ અને ખરેડી તથા નવાગામ માં 2-2 ઈંચ ઉપરાંત નિકાવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જામજોધપુર તાલુકામાં કાલે સૌથી વધુ વરસાદ ધ્રાફામાં 6.5 ઈંચ, શેઠ વડાળામાં 5 ઈંચ, સમાણા માં 5.75 ઈંચ અને વાંસ જાળીયામાં અંદાજે 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના પડાણા અને ભણગોર માં આશરે 6.5-6.5 ઈંચ, મોડપર ગામમાં 7 ઈંચ અને હરિપરમાં 9.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામવંથલીમાં 24 ઈંચથી વધુ અને સૌથી ઓછો વરસાદ મોટા ખડબા માં નોંધાયો છે. મોટા ખડબામા સિઝન દરમિયાન પડેલો વરસાદ હજુ કુલ 4 ઈંચ પણ થયો નથી !