• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાહુલ ગાંધી ગુજરાતમાં: આજે તેણે ફરી હુંકાર કર્યો કે…

દુર્ઘટનાપિડીતોની સાથે વાતચીત: કોંગ્રેસભવનમાં કાર્યકર્તાઓને સંબોધન...

My Samachar by My Samachar
July 6, 2024
in રાજકારણ
Reading Time: 1 min read
A A
રાહુલ ગાંધી ગુજરાતમાં: આજે તેણે ફરી હુંકાર કર્યો કે…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ

રાહુલ ગાંધીએ અમદાવાદમાં સંબોધન કરતા કહ્યું કે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર આ જ છે. હવે ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છે, અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ  ભાજપની હાર થશે.કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે.આપણે ડરવાનું નથી.ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે,કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી,કોંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે, અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી” રાહુલ ગાંધીએ કહયું કે, ભાજપે અમારી ઓફિસ તોડી છે અમે તેમની સરકાર તોડીશું”. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ નફરતની રાજનિતી કરે છે જ્યારે અમે પ્રેમથી ભાજપને હરાવીશું. ગુજરાતમાં  ડર્યા વિના ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ હુકાર ભર્યો હતો.

રાહુલ ગાંધીની આજની ગુજરાત મુલાકાતને વિશિષ્ટ સંદર્ભોમાં જોવામાં આવી છે. આજે બપોરે તેઓ 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદમાં બોલતી વખતે ભાજપાને હિંસક લેખાવી કહેલું કે, હિન્દુઓ હિંસા અને નફરત ન આચરે. એમના આ નિવેદનના દેશમાં એક માત્ર ગુજરાતમાં પડઘા પડ્યા. અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલો થયો. બાદમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની. ભાજપા, કોંગ્રેસ અને પોલીસ દ્વારા કુલ 3 ફરિયાદો થઈ. કોંગ્રેસના કેટલાંક કાર્યકર્તાઓની અટક થઈ.

આ પ્રકારના ઘટનાક્રમ બાદ આજે રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી. તેઓ ધરપકડ થયેલાં કાર્યકર્તાઓની મુલાકાત લ્યે એ અગાઉ જ પોલીસે આ કાર્યકર્તાઓને અદાલતમાં રજૂ કરી દીધાં. આ ઉપરાંત એવી ગોઠવણ કરવામાં આવી છે કે, સંબોધન બાદ કસ્ટડીમાં રહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓના પરિવારજનો સાથે મુલાકાત, બાદમાં વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પિડીત પરિવારજનો સાથે કોંગ્રેસ ભવન ખાતે મુલાકાત થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મુલાકાત પહેલાં રાહુલ ગાંધીએ આ પિડીતો સાથે ઓનલાઈન મુલાકાત પણ કરી હતી.

યોગાનુયોગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદમાં છે. આજે કોંગ્રેસ ભવન ખાતે રેપિડ એક્શન ફોર્સના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ રીતે જોવામાં આવી રહી છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદમાં એવું પણ બયાન આપ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ ભાજપાને હરાવશે. રાહુલ ગાંધીની આ ચેલેન્જને ગુજરાત અને દિલ્હી ભાજપા દ્વારા ગંભીર રીતે લેખવામાં આવી રહી છે. રાહુલના આગમનને કારણે પ્રદેશ કોંગ્રેસમાં આજે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

આગાહી : જામનગર સહીત આ વિસ્તારોમાં  આવતીકાલથી વરસાદની આગાહી

June 21, 2025

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

આગાહી : જામનગર સહીત આ વિસ્તારોમાં  આવતીકાલથી વરસાદની આગાહી

June 21, 2025

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®