mysamachar.in-વડોદરા:
પોલીસ પર કેટલો માનસિક તણાવ હોય છે તે લગભગ તમામ પોલીસઅધિકારીઓ અને કર્મચારીઓ જાણે છે,કદાચ નોકરીને લઈને જ માનસિક તણાવ થી કંટાળી ચુકેલા એક પીએસઆઈ એ આજે આજે ગોળી મારી ને આપઘાત કર્યાનું સામે આવ્યું છે,
આજે વહેલી સવારે વડોદરાની સયાજીગંજ પોલીસ મથકમા ફરજ બજાવતા પીએસઆઈ એસ.એસ.જાડેજા એ પોતાની સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા વડોદરા સહિતના રાજ્યના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે,જયારે સફાઈ કર્મચારી એ પીએસઆઈની ચેમ્બર ખોલી ત્યારે આ મામલો સામે આવ્યો હતો,
મૃતક પીએસઆઈ પાસેથી જે ડાયરી મળી આવી છે તેમાં “પીએસઆઈની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરજો” તેવા શબ્દો લખેલા છે,ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પીએસઆઈ જાડેજા ના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.