Mysamachar.in-જામનગર:
જીલ્લાના જામજોધપુરમાં થોડા દિવસો પૂર્વે રેન્જ આઇ.જી ની સુચનાથી રાજકોટ સાઈબરસેલની ટીમે દરોડા પાડીને લાખોની રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરીને ભાજપ કોંગ્રેસના નગરસેવક સહિતના જુગારીઓને ઝડપી પાડ્યા હતા, બહારની એજન્સી આવીને જે તે વિસ્તારમાં રેઇડ કરે એટલે સ્થાનિક પોલીસની મીઠીનજર હોવાની શંકા પ્રબળ બની જતી હોય છે, એવામાં આજે જામનગર જીલ્લાપોલીસવડા શરદ સિંઘલે જામજોધપુરની જુગારની રેઇડને મામલે સ્થાનિક પી.એસ.આઈ જે.કે.મોરી અને પોલીસકર્મીઓ હિતેશભાઈ, રાજુભાઈ અને દીવ્યરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા જામનગર ના પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે, મહત્વનું છે કે થોડાસમય પૂર્વે પૂર્વે સીટી સી ડીવીઝન વિસ્તારમાં પણ જુગારની ક્લબ ઝડપાઈ જતા પી.આઈ.પરમાર અને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફના કેટલાક પોલીસકર્મીઓ પર પણ ગાજ વરસી હતી અને તેવોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.