Mysamachar.in:સુરેન્દ્રનગર
રાજ્યમાં વર્ષના અંતિમ દિવસોમાં એસીબીએ સપાટો બોલાવવાની શરૂઆત કરી હોય તેમ એક બાદ એક વિભાગના લાંચિયાઓ એસીબીની ઝપટે ચઢી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જીલ્લાના એક પોલીસમથકનો પોલીસકર્મી દારૂના કેસમાં સેટિંગ કરવા જતા એસીબીને હાથ ઝલાઈ ગયો છે આ અંગેની મળતી વિગતો એવી છે કે
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર પોલીસ મથકના દારુ સબંધી એક કેસમાં નામ નહિ લખવા બાબતે લખત પોલીસ મથકના કોન્સ્ટેબલ સરદારસિંહ પરમારે રૂ.50,000 ની લાંચ માંગી હતી જે અંગે ફરિયાદીએ ACB ટીમને જાણ કરતા લખતર પોલીસ મથકે એસીબી ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રૂ. 50,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા સુરેન્દ્રનગર પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.