Mysamachar.in-વડોદરા:
વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા બંધ દવાખાના પાસે ઉત્તરાયણને લઇને ધાબા પર દારૂની હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે નબીરાઓને ઝડપી પાડ્યા છે, પાર્ટીમાં 12 પુરુષો અને 8 મહિલાઓ સામેલ હોય જેમની અટકાત કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે મહેફિલમાં રેડ પાડતાં દારૂડિયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ તમામને હોસ્પિટલમાં મેડિકલ તપાસણી અર્થે લઈ ગઈ હતી,
ઉત્તરાયણને લઇને ધાબા પર દારૂની પાર્ટી કરતા હાઈ પ્રોફાઈલ નબીરાઓ પાસેથી રોકડ, વાહનો સહિત રૂ.14.28 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. વારસીયા પોલીસે 20થી વધુ નબીરાઓને ઝડપ્યા છે.પોલીસે નબીરાઓ પાસેથી રૂપિયા 1,99,700 રોકડા, 15 નંગ મોબાઈલ રૂપિયા 2,45,000, 2 કાર, 5 બાઈક મળી કુલ રૂપિયા 14,28,575 મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તમામ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આમ હાઇ પ્રોફાઇલ પાર્ટી પર પોલીસની રેઇડની માહિતી જોતજોતામાં સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.