Mysamachar.in-રાજકોટ
સૌરાષ્ટ્રના રાજકોટમાં સ્પાની આડમાં કૂટણખાનાઓનો વ્યવસાય ફૂલીફાલી રહ્યો છે, અને 48 કલાક જેટલાસમયગાળામાં જ પોલીસે આવા બે સ્પા પર દરોડા કરી અને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને ખુલ્લો પાડ્યો છે, કિશાનપરા ચોક પાસે આવેલા બ્લોન સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવે છે. જેથી ચોક્કસ બાતમીના આધારે બ્લોન સ્પામાં રેડ કરતા દેહ વ્યાપારનો ધંધો થતો થઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જ્યાં સ્પા સંચાલક સહિત બે શખ્સ ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતા હતા.
બી.કે.કોમ્પ્લેક્સમાં પહેલા માળે ચાલતા બ્લોન સ્પામાં સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મળતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફે ડમી ગ્રાહક બ્લોન સ્પામાં મોકલ્યો હતો. સ્પામાં પહોંચેલા ડમી ગ્રાહકને ત્યાં હાજર સ્પા સંચાલક એપોલો સોસાયટીમાં રહેતા તુષાર તરવેન્દ્ર ચેરમા અને સેન્ટરવન કોમ્પ્લેક્સમાં રહેતા ગણેશ રતિ ભૂલે ગ્રાહકને અલગ અલગ ચાર યુવતી બતાવી હતી અને યુવતી સાથે ગોરખધંધા કરવા બદલ રૂ.3 હજારનું કહ્યું હતું. ગ્રાહકે રૂ.3 હજાર આપતા જ ગ્રાહકને એક યુવતી સાથે મોકલી દેવાયો હતો.
પોલીસે સ્પા પર રેડ દરમિયાન તુષાર તરવેન્દ્ર ચેરમા અને ગણેશ રતિ ભૂલને ઝડપી લીધા હતા. સ્પામાં બંગાળની બે, નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશની એક એક યુવતી સહિત ચાર યુવતી મળી આવી હતી અને આ યુવતીઓ પાસે બંને શખ્સ લોહીનો વેપાર કરાવતા હતા. ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીને રૂ.1 હજાર આપતા જ્યારે રૂ.2 હજાર પોતે રાખી લેતા હતા, પોલીસે સ્પા પર રેડ દરમિયાન વિવિધ ચીજવસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.