Mysamachar.in-વડોદરા
ગુજરાતના મેટ્રોસીટીમાં કોલસેન્ટરો પર દરોડા પડ્યાનું અનેક વખત સાંભળ્યું હશે, પણ ગુજરાતમાં સંભવતઃ પ્રથમ વખત વર્ચ્યુલ સેક્સ કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે, વાત વડોદરાની છે, જ્યાં અકોટા વિસ્તારમાં શ્રી રેસિડેન્સી મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ પર ચાલી રહેલા વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર પર પોલીસ છાપેમારી કરી પોલીસે લાઇવ સેકસ કોલસેન્ટર ચલાવી રહેલા એકને ઝડપી લઇ તેની સાથે મદદગારીમાં રહેલી કારેલીબાગની અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
પોલીસે કોલસેન્ટરમાંથી બે યુવતી સાથે 11 લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી રાઉટર તથા સેકસ ટોયઝ અને વેબકેમેરા મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આર્કિટેકટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતીની સાથે મળીને વર્ચ્યુઅલ સેકસ રેકેટ ચલાવતો હતો. બંને જણ પોતાના અને ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંને મકાનમાં દરોડા પાડી 2 યુવતીની સાથે નિલેશ ગુપ્તાને ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર આ યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી આમ આ અનોખા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.