Mysamachar.in-સાબરકાંઠા
દિવસે ને દિવસે વકરી રહેલ કોરોના મહામારીથી બચવા માસ્ક પહેરવું ફરજીયાત છે જેથી કોઈનો ચેપ ના લાગે,.. પણ છતાં અમુક લોકો માસ્ક ના પહેરવા માટે જુદા જુદા બહાનાઓ આગળ ધરતા રહે છે.. ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવુ બહુ જ જરૂરી છે. રસ્તા પરથી જતા માસ્ક ન પહેરતા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અજીબ બનાવ બન્યો હતો. માસ્કના દંડથી બચવા માટે આધેડે જે કર્યું તે વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે,
સાબરકાંઠાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસે રસ્તા પરથી માસ્ક વગર જતા એક આધેડને અટકાવ્યો હતો. પોલીસે આ શખ્સને માસ્ક માટે દંડ ફટકાર્યો હતો. પરંતુ આ જોઈ આધેડ રસ્તા પર જ ધુણવા લાગ્યો હતો. માસ્કનો દંડ ભરવો ના પડે એ માટે આધેડ રસ્તા પર જોરજોરથી ધૂણવા લાગ્યો હતો. તેમજ પોલીસ સામે દંડ ભરવા આનાકાની કરી રહ્યો હતો. ધૂણતા આધેડને જોઈને રસ્તા પરથી જતા લોકોએ વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે.
આધેડ ધૂણતાં ધૂણતાં બોલી રહ્યો છે કે, “કોરોનાનું કંઈ નથી પણ આ લોકોને કમાવાનું કામ છે.” વીડિયોમાં આધેડ કહી રહ્યો છે કે જમાદાર તમે મારા જેવા ગરીબ લોકોની હાય લો છે. આ દરમિયાન જોઈ શકાય છે કે પોલીસકર્મી અને અન્ય લોકો આધેડને ઊભા થઈ જવા માટે સમજાવી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે.