Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સીટી બી ડીવીઝન વિસ્તાર હેઠળ આવેલ પીઝા ઝોનમાં ગત 20 ડીસેમ્બર 2021ના રોજ અંબર ટોકીઝ પાસે આવેલ નિયો સ્ક્વેર કોમ્પ્લેક્ષમા પહેલા માળે વિલીયમ જોન્સ પિઝા નામે રેસ્ટોરંટના કેસ કાઉન્ટરમાથી તેમના ત્યા કામ કરતા નોકર કેસ કાઉન્ટરમા રાખેલ રોકડ રૂપીયા 3,07,000 ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગેની ફરીયાદ રેસ્ટોરન્ટ માલિક નીલેષ હર્ષવદન વારીયા કરેલ હતી તો આ કિસ્સામાં આરોપીઓ ગુન્હો આચરી પોતાના વતનમા ભાગી ગયેલ હતા અને ત્યા ભાગતા ફરતા રહેતા હતા
જે બાદ જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના બી ડીવીઝન પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ સ્ટાફ આરોપીઓને પકડવા માટે બિહાર મધુબન્ની જીલ્લા મુકામે જવા રવાના કરેલ હતા અને પોલીસ સ્ટેશન ખાતેથી ટેકનીકલી મદદ મેળવી લોકેશન મેળવી તથા છુપાવેશમા રહી આરોપીઓની માહીતી મેળવી પકડવા માટે વર્ક આઉટ કરી ચોરીના ગુન્હામા ગુન્હો આચરી ગુન્હાના કામે ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓ સુમીતકુમાર વિધ્યાનંદ મંડલ, અરવિદકુમાર રાધેશ્યામ મંડલ, રાજેશકુમાર શ્રીપ્રભુભાઇ મંડલને તેમના વતન બીહાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.ઝડપાયેલા ત્રણ શખ્સો પૈકી બે પીઝા રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા જયારે ત્રીજા શખ્સે આ બન્નેને ચોરીથી માંડી ને ભાગી જવા સુધીમાં મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં સામેં આવ્યું છે.