Mysamachar.in-વડોદરા:
આજના સમયમાં કોની પાસે મોબાઈલ નહિ હોય…પણ આ અગાઉ પણ કેટલાક ફોનમાં એવું સામે આવ્યું છે કે મોબાઈલ ખિસ્સામાં હોય અને સળગી ઉઠ્યાહોય બ્લાસ્ટ થયા હોય….ત્યારે આજે ખિસ્સામાં રહેલ મોબાઈલ સળગી ઉઠવાનો વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, વાત એવી છે કે કરજણ ધાવટ ચોકડી ખાતે ખિસ્સામાં મોબાઈલ સળગવાનો આ ઘટના એક વ્યક્તિના શર્ટના ઉપલા ખિસ્સામા મોબાઈલ સળગ્યો હતો. પોતાના શર્ટના ઉપલા ખિસ્સામાં અચાનક મોબાઈલ સળગતા મોબાઈલ ફોનને ખિસ્સામાંથી નીચે ફેંક્યો હતો. નીચે ફેંકેલા મોબાઈલમાં વધુ ભડકો થતા મોબાઈલ પર પાણી નાખી ઓલાવવાનો પ્રયાસ કરાયો. જોતજોતામાં સળગેલો મોબાઈલ બળીને ખાક થઈ ગયો હતો. જો કે સમયસુચકતા દાખવીને આ વ્યક્તિએ ફોન ફેંકી દેતા તેને પોતાને નુકશાની થતી બચી હતી.