Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દ્વારકા જિલ્લામા છેલ્લા કેટલાક મહિનાઓથી તોલમાપ વિભાગ દ્વારા કંઇ નિયમીત તપાસ થતી ન હોય શાકભાજી, કરીયાણા, મસાલા, ફરસાણ, મીઠાઇ, ફળફળાદી, દુધ વગેરેમા ભાવ મા તેમજ ગુણવતા ઉપરાંત તોલમા ઘણીખરી જગ્યાએ છેતરાય રહ્યા છે, અને જાણકાર નાગરીકો માં ચર્ચા છે કે આવુ એટલા માટે થાય છે કે તોલમાપ વિભાગ ઉંઘે છે, છેલ્લા ઘણા સમયથી જાહેર ડ્રાઇવ આ વિભાગ દ્વારા કરવામા આવી હોય તેવુ તો જોવા નથી મળ્યુ હા ચોક્કસ કારણોસર ખાનગી રીતે અમુક ચોક્કસ સ્થળે તપાસો થઇ હશે તેમા શુ થયુ હશે તો વિભાગ જ જાણે અને ભોગ બનનાર જાણે તેમ પણ ચર્ચાય છે, શાકભાજીના ભાવ ઓચીંતા આસમાને ચઢે, એકસરખા ફરસાણ- મીઠાઇઓના જુદી જુદી દુકાનોએ જુદા જુદા ભાવ હોય તેમજ અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે ગ્રામ, લીટર, મીટરમા મળતી હોય તેના વજનમા માપતાલમા લોકો છેતરાય રહ્યાનુ જાણતા હોવા છતા તોલમાપ કચેરી મોટાભાગે ઉંઘે છે,
-રાષ્ટ્રી ય ગ્રાહક દિવસ અને અધીકાર દિવસના નાટકોની ફલશ્રુતી શું?
ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્બરરને ‘‘રાષ્ટ્રી ય ગ્રાહક અધિકાર દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્બ રને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દીવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ બંને દિવસોની ઉજવણી માટે જીલ્લાક કક્ષા ગ્રાહક સુરક્ષા અધિકારીને કુલ રૂ. ૬,૦૦,૦૦૦ લાખની તથા માન્ય્ ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ. ૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્યકક્ષા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્લાકક્ષાએ સરકાર માન્ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે. ત્યારે આ મુજબની જોગવાઇઓ ની ફલશ્રુતી શું એ પ્રશ્ર્ન થાય છે, કેમકે ગ્રાહકો તો છડેચોક છેતરાય છે તો અધીકારોના રક્ષણ ક્યા થયા? માટે જ જાણકારો આવી ઉજવણીઓને જ નાટક ગણાવે છે.