Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાય સમયથી જામનગર શહેર અને જીલ્લા કોંગ્રેસનું પદ ખાલી હતું અને ઇન્ચાર્જ થી ગાડું ગબડાવામાં આવતું હતું, ત્યાંહવે થોડા સમયમાં જ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષે પ્રમુખો જાહેર કર્યા છે,જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા જેવો જામનગર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે, જામનગર જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકેની ફરજ પણ અદા કરી ચુક્યા છે, તો જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરાયેલા જીવણભાઈ કુંભારવડીયા પણ પક્ષને સમર્પતિ કાર્યકર છે, અને તેવો અગાઉ પણ જીલ્લા પ્રમુખ રહી ચુક્યા છે, અને આજે ફરીથી તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.