mysamachar.in-સુરેન્દ્રનગર:
દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણોસર ખેડૂતોને લાગી આવતા આત્મહત્યા તરફ પગલું ભરતા હોવાનું તાજેતરમા જ અમુક કિસ્સાઓમાં સામે આવ્યું હતું.ત્યારે સૌરાષ્ટ્રભરમાં દુષ્કાળની પરિસ્થિતી ઠેક ઠેકાણે જોવા મળી રહી છે અને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે,
સાયલા તાલુકાના નાગડકા ગામે તાજેતરમા જ હિરભાઈ પરમાર નામના ખેડૂતએ પાક નિષ્ફળ જવાના કારણે આપઘાત કરી લીધાનો પરીવારજનોના આક્ષેપ વચ્ચે બનાવ બન્યાનું સામે આવ્યા બાદ 15 દિવસમાં સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં બીજા ખેડૂતે કરી આત્મહત્યા કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે,
મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઈ ગામના મનસુખભાઈ કરસનભાઈ શેખ નામના ખેડૂતએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે.મનસુખભાઇએ પોતાની ૭ વીઘા જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હોય,
પરંતુ અપૂરતા વરસાદના કારણે સિંચાઇ માટે પાણીની અછત હોવાથી કપાસના પાકમાં પિયત ન થવાથી પાક નિષ્ફળ ગયો હોવાનું પ્રાથમિક કારણોસર આ ખેડૂતએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે ત્યારે મૃતક ખેડૂત મનસુખભાઈને સંતાનોમાં ત્રણ દીકરી બે પુત્ર કુલ પાંચ સંતાનો હોય પરિવારનો ઘેરા શોકની લાગણી છવાઈ છે.
આ બનાવ બનતા મૃતક ખેડૂતની લાશને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા આવેલ છે અને પોલીસ પણ આ બનાવની જાણ થતા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરીને ખેડૂતની આત્મહત્યાનું કારણ પાક નિષ્ફળ જવાના કારણે છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.