Mysamachar.in-જામનગર:
જામનગર પર ભૂમાફિયા જયેશ પટેલનો ડોળો વિદેશમાં બેઠા બેઠા પણ છે અને જયેશ પટેલ લગડી જેવી કીમતી જમીનો પર પોતાનો કબજો કરવા ધાકધમકી સહિતનો સહારો લે છે, ભાડુતી મારાઓ પણ મોકલે છે, તાજેતરમાં જ પ્રોફેસર રાજાણીના બંગલામાં કાર પર ફાયરીંગના કેસમાં જયેશ પટેલનું નામ ખુલ્યું હતું, અને તે ગુન્હામાં જયેશ પટેલ સિવાયના આરોપીઓ જેલહવાલે થઇ ચુક્યા છે, ત્યાં જ વધુ એક વખત જયેશ પટેલ સામે સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે, જે ગુન્હો નોંધાયો છે તેમાં શહેરના શરુસેક્શન રોડ પર વસવાટ કરતા અને નગરસીમ વિસ્તાર ઢીંચડા નજીક ખેતીની જમીન ધરાવતા દિનેશ રવજીભાઈ દોંગાની માલિકીની અને અંદાજે દોઢ કરોડની જમીન પચાવી પાડવા માટે ગુનાહીત કાવતરૂ રચી દિનેશભાઈની ની રે.સ.નં.૧૭૭ પૈકી ૨ જે ૨-૪૨-૮૧ હેકટર આશરે કિંમત રૂપીયા દોઢ કરોડ ની ખેતીની જમીન ખોટા કરારો ઉભા કરી અને છાપામાં પ્રેસનોટ આપી ફરીયાદી દિનેશભાઈ સાથે ઠગાઇ કરી જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદ જયેશ પટેલ અને વકીલ વી.એલ.માનસતા સામે નોંધાઈ છે, જેની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.