mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સમગ્ર વિશ્વમા ભારત દેશ કૃષિ પ્રધાન દેશ તરીકેની છાપ ધરાવે છે,પરંતુ વાસ્તવિક ચિત્ર કઈક જુદૂ એટલા માટે છે કારણ કે આ દેશમાં કીશાનોની હાલત જ કફોડી છે.. છેલ્લા ધણા વર્ષોથી આ દેશમાં કંપનીકરણના માહોલ વચ્ચે માઠી દશા જોવા મળી રહી છે… ખેડૂતોને સાંભળતું ન હોવાથી કહેવતો જગતના તાતના મનમાં એ સવાલ ચોક્કસ થી ઉઠતો હશે કે અમારો વાંક શું..?
ભારત દેશમાં તો ઠીક પરંતુ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાત વાયબ્રન્ટના રૂડા રૂપાળા સપના તો દેખાડવામાં આવે છે,પરંતુ આ વર્ષે ખેડૂતો દ્વારા કોઈના કોઈ કારણે આત્મહત્યા કરવાના બનાવોએ સરકારની પોલ ખોલી નાખી છે..તો બીજી તરફ વિકાસની વાતો વચ્ચે કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી વધી રહી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે..
તાજેતરમાં જ જામનગર જીલ્લામાં રિલાયન્સ કંપની સામે કાનાલુસના ગ્રામજનોએ મંદિરનો રસ્તો બંધ કરી દેવાના અને પ્રદૂષણ મામલે તંત્રને રજૂઆત કરીને વિરોધ કર્યો હતો…તો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જામખભાળીયા નજીક આવેલ પહેલા એસ્સાંર અને હવે નયારા એનર્જી સામે ખેડૂતો દ્વાર રોજગારી સહિતના વિવિધ મુદે આંદોલન ચલાવવામાં આવ્યું હતું..તેવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુરંગા નજીક આવેલ RSPL કંપનીના દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે…આ કંપની જ્યારથી આ વિસ્તારમાં આવી છે ત્યારથી કોઈના કોઈ કારણે વિવાદમાં રહે છે અને કંપનીના કારણે આ વિસ્તારના ખેડૂતો દ્વારા લગત તંત્રને રજુઆતો અનેક થાય છે પણ તંત્રના ઉદાસીન વલણ ને કારણે સ્થાનિકો અને ખેડૂતો ને પરેશાની નો પાર નથી..
વાત જાણે એમ છે કે.. દ્વારકાના કુરંગા ગામના ખાતેદાર ખેડૂત બાલુભા કેરની સંયુક્ત માલીકીની આશરે ૩૦૦ વિધા જમીન RSPL કંપની નજીક આવેલ છે કંપનીએ આજુબાજુની ખેડૂતોની જમીન ખરીદ કરી લીધી છે અને સરકારે સરકારી જમીન સંપાદન કરીને કંપનીને આપેલ છે
આ તમામ જમીનો વચ્ચે બાલુભા કેરની જમીન આવેલ હોય આ ખેતીની જમીન જવા માટેના રસ્તો બંધ કરી દેવા માટે રસ્તામાં ખાડા ખોદી નાખવા સહિતની અડચણ ઊભી કરીને ખેડૂતને હેરાન કરી મુક્યા છે…અને જમીનની આજુબાજુમાં મીઠાના ઢગલા કરી દેવામાં આવતા આ જમીનમાં ખારાશનું પ્રમાણ વધી જવાથી ભારે નુકસાનીની ભીતી સેવાઈ રહી છે,
તેવામાં બે દિવસ પહેલા કંપની દ્વારા દરીયામાથી પપીંગ કરીને ખારુ પાણી કંપનીમાં લઈ આવવામાં આવે છે..આ વપરાયેલ ખારુ પાણી બાલુભા કેરની જમીનમાં છોડવામાં આવીને આ જમીન ખેડૂત પાસેથી પડાવી લેવા ત્રાસ આપવામાં આવી રહ્યો છે…
આ મામલે કંપનીના અધિકારી અને સિક્યુરિટીવાળાને બાલુભા કેર કહેવા જતાં ધમકી આપી આ જમીન કંપનીને આપી દો તમારું કઈ નહીં ચાલે તેમ કહીને ખેડૂતને દબાવામાં આવે છે જેની સામે કંપનીના સાત અધિકારીઓ વિરુદ્ધ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ અરજી પણ કરવામાં આવી છે,પણ આ તો તંત્ર છે સાંભળીને કોઈ કાર્યવાહી કરે તો જ શું..?
આમ દ્વારકાના કુરંગા ગામના ખાતેદાર ખેડૂત બાલુભા કેરએ કંપનીની દાદાગીરી સામે છેલ્લા ૩ વર્ષથી દ્વારકાના વહીવટ તંત્ર થી માંડીને પ્રદૂષણ બોર્ડ,ગાંધીનગર સરકાર સુધી રજુઆત કરી છે,પરંતુ સંવેદનશીલ સરકાર અને તેના અધિકારીઓના જાણે હાથ બાંધી દેવાયા હોય તેમ કાર્યવાહી કરવાથી અળગા રહેતા અનેક સવાલો ઉભા થાય છે..ત્યારે શું આ છે…સૌનો સાથ સૌનો વિકાસ…