Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયા બાદ કેટલાય લોકોના પરિવારો હોમાઈ ગયા છે, આવા જ વ્યાજખોરો જામનગર સહીત ગુજરાતભરમાં ધીમે ધીમે માથું ઊંચકી રહ્યા છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે ત્યારે તેવોએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે..
રાજ્યમાં જે કોઈ વ્યાજખોરીનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી ગુમાવવાની વાત તો દૂર, જરાય હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા વધુ જરૂરી એવી કડક કાર્યવાહી કરવા સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.