Mysamachar.in- જામનગર:
તમે નશીલા કેફી પદાર્થ સેવન કરવાની ટેવ ધરાવો છો અને જામનગર શહેર કે જિલ્લામાં વસવાટ કરો છો તો હવે ચેતી જવાની જરૂર છે.કેમ કે જામનગર પોલીસ પાસે હવે બ્રીથ એનેલાઇઝર મશીન એટલે કે ફૂંકણી મશીન આવી ગયા છે,તમે જેવા જાહેરમા નશો કરેલી હાલતમાં નીકળશો.ત્યારે આ મશીન તમારા મોંમા રાખીને ચેક કરશે અને તમે નશો કરેલા હશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,
જામનગર પોલીસ વિભાગ પાસે હવે ૩૦ જેટલા બ્રીથ એનેલાઇઝર મશીન આવી ચુક્યા છે,અને આ મશીનની તમામ જીલ્લાના પોલીસ સ્ટેશનમા સુપ્રત કરાયા છે,હવે જાહેરમા વાહનમા કે વાહન ચલાવતા સમયે નશો કરેલી હાલતમા નીકળશો અને પોલીસ સાથે ભેટો થઇ જાય અને પોલીસની આંખમાં ધૂળ નાખીને નશો કરેલ ન હોવાનું જણાવીને નનૈયો ભણશો તે નહિ ચાલે,આ મશીન તમને નશો કરેલી હાલતમાં હોવાનું સાબિત કરી આપીને ઝડપી લેશે,
અત્રે ઉલ્લેખનીય છે કે,૩૧ ડીસેમ્બર નજીક હોય તેવામાં જામનગર પોલીસમા આ ફૂંકણી મશીન આવી જતા પ્યાસીઓને ઝડપી લેવામાં ધારી એવી સફળતા મળશે.