mysamachar.in-જામનગર
જામનગર ની જી.જી.હોસ્પિટલને તંત્ર દ્વારા સુધારવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે,પણ ગમે તેટલી સિક્યુરિટી અહી રાખવામાં આવે પણ હોસ્પિટલની સુરક્ષા કરવામાં સુરક્ષાકર્મીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય તેમ ખુબ ગંભીર કહી શકાય તેવી ઘટના આજે જી.જી.હોસ્પિટલમાં બનવા પામી છે,
જેમાં નર્સ જેવું જ એપ્રન પહેરેલ એક મહિલા હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ૪:૩૦ વાગ્યા અરસામાં એક તાજી જન્મેલી બાળકી ને ઉઠાવી ગઈ હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે,
મળતી વિગતો મુજબ શહેરના વોર્ડ નંબર ૧૫ ના શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતા સોહાનાબેન અફઝલભાઈ ના ઘરે આજે બપોરે બે વાગ્યે દીકરીનો જન્મ થયો હતો,અને તેના પત્નીને સારવાર માટે ગાયનેક વોર્ડમાં રાખવામાં આવ્યા હતા,તે દરમિયાન જન્મેલી બાળકી ને ઇન્જેક્શન અપાવવા માટે અફઝલભાઈ ના માતા જઈ રહ્યા હતા ત્યારે નર્સ જેવા ડ્રેસમાં રહેલ એક મહિલા એ કહેલ કે હું તમારી બેબી ને સાચવું છુ,અને બાળકીની માતાની સહીની જરૂર પડશે તેને બોલાવો..તેમ કહેતા અફ્ઝ્લભાઈ ની માતાએ તેને વિશ્વાસે તે બાળકી આપી હતી..પણ જોતજોતામાં નર્સ જેવી લાગતી મહિલા બાળકી ને લઈને પલાયન થઇ જતા પરિવારજનો દ્વારા આ મામલાની જાણ પ્રથમ વિસ્તારના જાગૃત કોર્પોરેટર દેવશી આહીર ને કરવામાં આવતા તેવો પણ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા અને મીડિયા સહિતના લગતતંત્ર ને તેવોએ જાણ કરવાની શરૂઆત કરી હતી,
પરિવારજનો સહીત પ્રસૂતાનું કહેવું છે કે નર્સ જેવું જ એપ્રન પહેરેલ મહિલા જ નવજાત બાળકી ને ઉઠાવીને પલાયન થઇ છે,ઘટનામા નર્સ જેવો ડ્રેસ ધારણ કરેલ મહિલા જે બાળકીને લઇ જઈ રહી છે તેના સીસીટીવી ફૂટેઝ પણ સામે આવી ચુક્યા છે,જેને આધારે પોલીસ ની જુદી જુદી ટીમો દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે,
ઘટનાને પગલે પોલીસતંત્ર પણ દોડતું થઇ જતા ખુદ જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ,ડીવાયએસપી એ.પી.જાડેજા સહિતનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો,અને તપાસ હાથ ધરી છે.ઘટનાની ગંભીરતા ને જોતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવાના આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.