Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ઈલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેનોમાં વર્ષોથી જાણીતું નામ એટલે અમરીશ ચાંદ્રા..અમરીશ ચાંદ્રાએ અત્યારસુધીમાં સ્થાનિકથી માંડીને પ્રાદેશિક ન્યૂઝ ચેનલના કેમેરામેન તરીકે કામ કર્યું છે, અને હાલ તેવો જામનગર સહીત ગુજરાતમાં ટૂંકાગાળામાં લોકોને હૈયે વસેલા સુપ્રસિદ્ધ ન્યૂઝ પોર્ટલ Mysamachar.in માં કેમેરામેન તરીકેની ફરજ બખૂબી નિભાવી રહ્યા છે, મીડિયાના ક્ષેત્રમાં દિવસ રાત ટાઢ કે તડકો જોયા વિના 24 કલાક 365 દિવસ કામ કરવાનું હોય છે,
આવા સંજોગો વચ્ચે પોતાની ફરજ સુપેરે નિભાવતા કેમેરામેન અમરીશ ચાંદ્રા થોડાસમય પૂર્વે કોરોના સંક્રમિત થયા બાદ તેવોની ઈચ્છામુજબ આજે તેવોએ જામનગર જી.જી હોસ્પીટલની બ્લડ બેંક ખાતે પોતાનું બી પોજીટીવ પ્લાઝમા ડોનેટ કરી અને સેવાકાર્યનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, અમરીશ ચાંદ્રા આ પૂર્વે અનેક વખત રક્તદાન કરી અને કેટલાય દર્દીઓ માટે ઉપયોગી બની ચુક્યા છે.

























































