Mysamachar.in-જામનગર
ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર દ્વારા માસ્ક સંબંધે વિશેષ જાહેરનામુ બહાર પાડ્યું અને શહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો પાસેથી પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ વસૂલાશે, જ્યારે બીજી વખત 750 રૂપિયાના દંડની વસૂલાત થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનારા 8000 લોકો પાસેથી 16 લાખ ની વસુલાત કરી લેવામાં આવી છે.
જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને જામનગર મહાનગરપાલિકાના એસ એસ આઈ સહિતની ટુકડી આ કામગીરી હાથ ધરશે, જેમાં જરૂર પડ્યે પોલીસ તંત્રને પણ મદદ લેવામાં આવશે, જામનગર શહેરમાં અત્યાર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર જ જાહેરમાં થૂંકનારા અને માસ્ક નહીં પહેરનારા લોકો સામે 8000 થી વધુ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી 16 લાખ થી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર 1030. માસ્ક નહીં પહેરનારા 1863 જાહેરમાં થૂંકનારા 189 લોકો અને સેનીટાઇઝર નો ઉપયોગ નહીં કરનારા 17 વેપારીઓ દંડાયા છે.